જામનગર શહેરમાં શ્રીનિવાસ કોલોની વિસ્તારમાં આવેલા સમય રેસીડેન્સ એપાર્ટમેન્ટમાં પાંચ માળે રહેતી મહિલાએ અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શ્રીનિવાસ કોલોની વિસ્તારમાં આવેલા સમય રેસીડેન્સ એપાર્ટમેન્ટમાં 502 નંબરના ફલેટમાં રહેતા ભકિતબેન શાંતિલાલ સીતાપરા (ઉ.વ.40) નામની મહિલાએ સોમવારે રાત્રિના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગેની મૃતકના ભાઈ વિપુલ સીતાપરા દ્વારા જાણ કરાતા હેકો એમ.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.