ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા વિક્રમભાઈ મેસુરભાઈ વસરા નામના 48 વર્ષના ખેડૂત યુવાને ભાણવડમાં રહેતા નગીનભાઈ મૂળજીભાઈ રાડિયા તથા આકાશભાઈ નગીનભાઈ રાડિયા સામે પોતાને તથા અન્ય ખેડૂતો પાસેથી વિવિધ પ્રકારની ખેતપેદાશો વેચાણ અર્થે લઈ અને આ ખેડૂતોને તેઓની ઉપજના પૈસા આપવાનો વિશ્વાસ આપી વાયદો કર્યા બાદ આ ખેડૂતોને આપવાની થતી કુલ રૂપિયા 46,77,955 ની રકમ ન આપી અને નાસી છૂટ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આમ, વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ વિક્રમભાઈ વસરાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે પિતા-પુત્ર સામે આઈ.પી.સી. કલમ 406, 409, 420 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે.