જામનગરની સામાજિક પ્રસંગો માટે ડિજીટલ ગ્રીટીંગ્સ અને ગુજરાતી મુવીઝ તથા ટેલીવીઝનના સેલીબ્રીટી દ્વારા અભિનંદન પાઠવતા વિડિયો મૂકવાનું કામ કરતી કંપની પાસેથી જુદી જુદી વ્યક્તિઓના નામે વિગતો મેળવી કંપનીના નામ તથા લોગાનો પોતાના મોબાઇલ સાથે નંબર સાથે એડ કરી ગ્રાહકો છીનવી લઈ અને અમુક ગ્રાહકોના પૈસા કંપનીના નામે લઇ લીધા બાદ વીડિયો બનાવી ન આપ્યાના બનાવમાં સાયબલ સેલે પાટણના સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
સોશિયલ મીડિયાના યુગમાં રાતોરાત પ્રસિધ્ધ થઈ પૈસાદાર થવાની ઘેલછામાં યુવા પેઢી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા અચકાતી નથી અને આવા ગુના કર્યા બાદ જ્યારે ધરપકડ થાય ત્યારે ભાન પડે કે ગુનો થઈ ગયો અને જિંદગી ખરાબ થઈ ગઇ છે. આવી જ એક ઘટનામાં જામનગરની લવલી વેડીંગ મોલ નામની કંપની આમંત્રણ પત્રક, વિવિધ સામાજિક પ્રસંગ માટે ડીજીટલ ગ્રીટીંગ્સ તથા ગુજરાતી મુવીસ અને ટેલીવીઝનના સેલીબ્રીટી પાસે જન્મદિવસની શુભેચ્છા આપવાના વીડિયો બનાવી આપવાનું કામ કરે છે. આ કં5નીના નામ અને લોગાનો ઉપયોગ પાટણ જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર અને અભ્યાસ કરતાં યુવકે ગેરઉપયોગ કરી ગ્રાહકો પાસેથી પૈસા લઇ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી વીડિયો બનાવી આપતો ન હતો અને પોતે કં5નીમાં કામ કરતો હોય તેવી વિવિધ લોકલ સેલીબ્રીટીઓ દ્વારા ખોટી પોસ્ટ બનાવી પ્રમોટ કરાવતો હતો. આ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર ને કંપની દ્વારા અવાર-નવાર સમજાવવામાં આવ્યો હતો અને ખોટી પોસ્ટ ન મૂકવા સંચાલક દ્વારા જણાવાયું હતું.
તેમ છતાં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર દ્વારા કંપનીના નામનો અને લોગાનો ગેરઉપયોગ કરી વિગતો મેળવી પોતાના મોબાઇલ નંબર સાથે કંપનીનું નામ અને લોગો એડ કરી પોસ્ટ બનાવી ગ્રાહકો પાસેથી વીડિયો બનાવવાના ઓર્ડરો લઇ પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો અને અમુક ગ્રાહકોને તો પૈસા લીધા પછી વીડિયો પણ ન બનાવી આપતો હતો. જેથી કંપનીની ગુડવીલને નુકસાન થતું હતું. જેના કારણે કંપનીના સંચાલક દ્વારા જામનગર સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઇ એ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરના મોબાઇલની કોલ ડીટેઇલ તથા લોકેશન અને ટેકનિકલ એનાલિસીસના આધારે પાટણ પોલીસ સ્ટેશન સ્ટાફ તથા એસઓજી સ્ટાફ સાથે સંકલન કરી હાલમાં જ પુખ્ત થયેલા 18 વર્ષના અભ્યાસ કરતા અને એકટીંગ તથા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જો કે, આ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરના ઈન્સ્ટાગ્રામમાં 18000+ ફોલોઅર્સ છે. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી.