ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના ઈસ્ટર્ન ભાગમાં મંગળવારેના રોજ 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરએ અગાઉ ભૂકંપની તીવ્રતા 6.9 હોવાનો અંદાજ લગાવ્યો હતો.
ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 84 કિલોમીટર માપવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું કે આના કારણે સુનામીની સંભાવના છે. ભૂકંપ પછી એજન્સીએ સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારની નજીક રહેતા લોકોને તાત્કાલિક દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની સૂચના આપવા જણાવ્યું છે.