જામનગર શહેરમાં કામદાર કોલોની શેરી નં.3 માં જાહેરમાં મોબાઇલ ફોનમાં આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં રમાતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચના પ્રસારણ ઉપર રનફેર અને હારજીતના સોદા કરતા શખ્સને રૂા.11770 ની રોકડ રકમ અને રૂા.40000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.51,770 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કામદાર કોલોની શેરી નં.3 ના ખૂણે રવિવારે સાંજના સમયે યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા મોબાઇલ ફોનમાં લાઈવ સ્કોર ઉપર ભારતમાં રમાતી આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં રમાતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચના પ્રસારણ ઉપર રનફેર અને હારજીતના સોદા કરતો હોવાની હેકો જાવેદભાઈ વજગોળ અને પો.કો. ખીમશીભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે યુવરાજસિંહ પાસેથી રૂા.11,770 ની રોકડ રકમ અને રૂા.40,000 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.51,770 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
યુવરાજસિંહની પૂછપરછ દરમિયાન તેણે સુમિતભાઈ મો.99799 10646, કિશન મો.9601004470, વિપુલ પટેલ મો.70966 85167 નામના ત્રણ શખ્સોને રનફેરના સોદાઓ પાડતો હોવાની કેફીયત આપતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.