જામનગર તાલુકાના સીક્કા ગામમાં કારાભુંગા વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં કારાભુંગા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જેઠાભાઈ પ્રજાપતિ (ઉ.વ.30) નામના કુંભાર યુવાને શનિવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર જિંદગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રવિવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે માંગીલાલ પ્રજાપતિ દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર તાલુકાના સીક્કામાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા
બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલ ખસેડાયો : સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ