જામનગર શહેરમાં વિકટોરીયા પુલ નજીક મહિલાની છેડતી બાબતે મામલો બીચકતા એસટી બસના ડ્રાઈવરને રોડ પર રોકતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઇ ટ્રાફિકને ફરી શરૂ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, ગુરૂવારે રાત્રીના સમયે જામનગર શહેરમાં વિકટોરીયા પુલ પાસેના માર્ગ પર મહિલાની છેડતી બાબતે એસ.ટી. બસને રોકી હતી અને આ બાબતે ડખ્ખો થતાં થોડીવારમાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. શહેરમાં ટ્રાફિક જામ થવો સામાન્ય બાબત છે વિકટોરીયા પુલ જેવા માર્ગ પર રાત્રિના સમયે ટ્રાકિફ જામ થતા આ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. ટ્રાફિક જામની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ટ્રાફિક ફરીથી શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મહિલાને છેડતી બાબતે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.