ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા યાકુબભાઈ મહેમુદભાઈ ગંઢાર નામના 36 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાને ગત 19મીના રોજ પોતાની વાડીએ વડના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
મૃતક યુવાને અગાઉ ઉછીના પૈસા લઈને શેર બજારમાં રોકાણ કર્યું હોય, તે દરમિયાન શેર બજાર માં થોડો સમય મંદી આવી જતા મૃતક યાકુબભાઈ ઉપર દેવું વધી જવાના કારણે આ રકમ તેઓ ભરપાઈ કરી શકે તેમ ન હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની શકીનાબેન યાકુબભાઈ ગંઢારે વાડીનાર મરીન પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે આપઘાત અંગેની નોંધ કરી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.