ખંભાળિયા નજીક દ્વારકા ધોરીમાર્ગ પર ક્ધયા છાત્રાલય પાસે ગત રાત્રીના સમયે ટેન્કર અને સ્કૂટર અથડાતા અકસ્માતમાં બે યુવાનોને ઈજા પહોંચી હતી. જોગાનુજોગ અકસ્મત સમયે જ દ્વારકા કલેકટર માર્ગ પરથી પસાર થતા હતા જેથી તેમણે માનવતા દાખવી અને પોતાની કાર રોકી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ કલેકટરે રૂબરૂ હોસ્પિટલ ઈજાગ્રસ્તોને જરૂરી અને તાત્કાલિક સારવાર માટે તેવી સુચના તબીબોને આપી હતી.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયાથી આશરે પાંચેક કિલોમીટર દૂર દ્વારકા હાઈ-વે પર આવેલી ક્ધયા છાત્રાલય પાસેથી એક્સેસ સ્કૂટર અને ટેન્કર વરચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આ ટક્કરમાં સ્કૂટર પર જઈ રહેલા બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા આ અકસ્માતની જાણ તાત્કાલીક 108 ને કરવામાં આવતા બંને યુવાનોને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાવતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં બીન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કોઈ કારણોસર સ્કૂટરના ચાલકે પોતાના સ્કૂટર પરનો કાબૂ ગુમાવી દેતા આ વાહન રસ્તા પરના એક ડિવાઈડર સાથે ટકરાઈને ટેન્કર સાથે ધડાકાભેર અથડાયુ હતું અને આ મોબાઈકમાં સવાર બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત સમયે દ્વારકા કલેકટર અશોક શર્મા આ માર્ગ પરથી પસાર થતા હોય જેથી તેમણે પોતાની કાર તાત્કાલિક રોકાવી અને નીચે ઉતરી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરાવી હતી તેમજ કલેકટરે રૂબરૂ હોસ્પિટલ જઈ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને જરૂરી સારવાર મળે તે માટે તબીબોને સૂચના આપી હતી.