ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી થવા સબબ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના મુજબ શનિવારે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન અહીંના દ્વારકા-પોરબંદર હાઈવે પર પાયલ ચોકડી પાસે પહોંચતા હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ માર્ગ પરથી જી.જે. 10 બી.એફ. 0925 નંબરના મોટર સાયકલ લઈને નીકળેલા એક શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા ઓડીસા રાજ્યના નરસંગપુર ગામના મૂળ વતની એવા સૌમ્યરંજન ઉર્ફે બાબુ સુદર્શન નાયક નામના 24 વર્ષના ઉપરોક્ત શખ્સની પાસે રહેલી મોટરસાયકલ તેણે થોડા દિવસ પૂર્વે ચોરી કર્યાનું કબૂલ્યું હતું.
આથી પોલીસે રૂા 30,000ની કિંમતની મોટરસાયકલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જે.એમ. ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા, યોગરાજસિંહ દિલીપસિંહ, કાનાભાઈ લુણા તથા દિનેશભાઈ ભીમાભાઈ દ્વારા કરવામાં આવી હતી.