રવિવાર તા. 9ના રોજ જામનગરમાં જુનિયર કલાર્કની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા દરમિયાન જામનગર શહેરમાં લાલવાડી નજીક આવેલ જી.ડી. શાહ સ્કૂલમાં જુનિયર કલાર્કની પરીક્ષા આપવા પોરબંદરથી આવેલ ઉમેદવાર પાસે પોતાના ફોટા ન હોય અને આ બાબતે તે પરેશાન થતાં ત્યાં હાજર જામનગર સીટી-એ પોલીસના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ નાથુભા પરમારને આ બાબત ધ્યાનમાં આવતાં પોતાનું બાઇક આપી નજીકમાં ફોટા પડાવવા વ્યવસ્થા કરાવી પરીક્ષાર્થી માટે માનવતાંનું ઉદાહરણ પુરું પાડયું હતું. પરીક્ષાર્થી પાસે વાહનની વ્યવસ્થા ન હોય અને પરીક્ષામાં બેસવા માટે એન્ટ્રીનો સમય પણ વધુ રહ્યું ન હોય, ત્યાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલએ દાખવેલી માનવતાં બદલ પરીક્ષાર્થીએ તેનો આભાર માન્યો હતો.


