યુએસ રાષ્ટ્રપ્રતિ જો બિડેને દેશમાં કોવિડ-19 નેશનલ હેલ્થ ઈમરજન્સીને સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે. યુએસમાં કોવિડ-19ના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાથી 10 લાખથી વધુ લોકોના મોત થયા છે.વ્હાઇટ હાઉસ તરફથી જાહેર થયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ જો બિડેને કોવિડ-19ને લગતી રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવા કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક રોગચાળામાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરવા જાન્યુઆરી 2020માં રજૂ કરાયેલ કોવિડ પરીક્ષણો, મફત રસીઓ અને અન્ય કટોકટીનાં પગલાં માટે વિશાળ પ્રમાણમાં નાણાંનો પ્રવાહ બંધ કરે છે.કટોકટીની સ્થિતિના અંતની અસર મેક્સિકો સાથેની પહેલેથી જ તંગ બનેલી દક્ષિણ સરહદ પર પડશે જ્યાં યુએસ સત્તાવાળાઓ લાંબા સમયથી બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓ અને મોટી સંખ્યામાં આશ્રય શોધનારાઓના પ્રવાહનું સંચાલન કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નિયમ 42ના 11 મેના રોજ સમાપ્ત થવાની અપેક્ષા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે યુએસ હવે ઔપચારિક રીતે વેશ્ર્વિક રોગચાળામાંથી સ્વસ્થ થઈ રહ્યું છે.