કદાચ આશ્ચર્ય થશે પરંતુ ઓડિસાના એક સોશ્યલ વર્કર ચંદ્રા મિશ્રાએ બેગર્સ કોર્પોરેશનની સ્થાપના કરી છે અને તેનું સુત્ર છે અમારે ભીખ જોતી નથી તમે રોકાણ કરો અને અમે તમને વળતર આપશું અને તે પણ વ્યાજ સાથે ચંદ્રા મિશ્રા એ ઇન્ડીયા ટુડેને જણાવ્યું કે આપણે અનેક મંદિરોમાં અને સંસ્થાઓમાં દાન આપીએ છીએ. ભીખારીઓને થોડા નાણા આપીએ છીએ પરંતુ તેનાથી તેનું જીવન બદલાતું નથી. અથવા તો તેઓ બદલવા માંગતા નથી. તે કહે છે કે હવે ભીખ આપવાની જરૂર નથી. તેને બેગર્સ કોર્પોરેશનની સ્થાપના કરી અને તેમાં 14 જેટલા ભીખારી કુટુંબોને સામેલ કર્યા તેણે પોતાએ પણ રોકાણ કર્યુ અને ભીખારીઓના ફેમીલીને સ્થાનિક રીતે નાન નાના રોજગારી અને અન્ય કામો સોંપે છે. તે માટેના નાણા પોતે રોકે છે અને જે આવક થાય તે ભીખારીઓને આપે છે જેના કારણે તેઓને ભીખ માંગવા જવું પડતું નથી. અને બાદ તેને વધુ સારી રીતે આગળ વધવા આ કોર્પોરેશનની સ્થાપના ઓગષ્ટ-2000માં કરી હતી લોકડાઉન સમયે ભીખારીઓને ભીખ મળતી ન હતી અને તેથી અનેક ભીખારી તેની પાસે કામ માંગવા આવ્યા વારાણસીના ઘાટ પર કામ કરનાર એક મહિલા અને તેનો પતિ પણ સામેલ થયા છે. તેમની ક્ષમતા મુજબ કામ સોંપવામાં આવે છે.