Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયસીએનજીના ભાવમાં 8.13 અને પીએનજીમાં રૂા.5.06નો ઘટાડો

સીએનજીના ભાવમાં 8.13 અને પીએનજીમાં રૂા.5.06નો ઘટાડો

આજે રાત્રે 12 વાગ્યાથી ભાવ ઘટાડો અમલમાં : હવે દર મહિને નકકી કરવામાં આવશે કિંમત

- Advertisement -

અદાણી ટોટલ ગેસ લિમિટેડએ ઈગૠના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 8.13 અને ઙગૠના ભાવમાં રૂ. 5.06 પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કર્યો છે. અહેવાલ અનુસાર, નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 વાગ્યાથી અમલમાં આવી ગયા છે. ATGLનો આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ ગેસના ભાવ નક્કી કરવા માટે નવી ફોર્મ્યુલા લાગુ કર્યાના એક દિવસ બાદ આવ્યો છે.

- Advertisement -

સરકારનું કહેવું છે કે નવી ફોર્મ્યુલાથી CNG અને PNGની કિંમતોમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસના બદલે આયાતી ક્રૂડ સાથે સ્થાનિક ગેસના ભાવને જોડવામાં આવ્યા છે. હવે ઘરેલું ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના 10 ટકા હશે. એટલું જ નહીં હવે સીએનજી અને પીએનજીની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જ્યારે, પ્રથમ વર્ષમાં બે વાર એટલે કે દર 6 મહિને કિંમતો નક્કી કરવામાં આવતી હતી.

અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઘરેલું ગેસના ભાવની ફ્લોર અને સીલિંગ કિંમત બે વર્ષ માટે નક્કી કરવામાં આવે છે. આ પછી તેમાં 0.25નો વધારો કરવામાં આવશે. હાલમાં ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત પ્રતિ બેરલ 85 છે. આના 10 ટકા પ્રતિ બેરલ 8.5 ડોલર થયા. પરંતુ સરકારે તેની ટોચમર્યાદા કિંમત 6.5 નક્કી કરી છે. સરકારના આ નિર્ણયથી દેશભરમાં CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે.

- Advertisement -

અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે સરકારે 2030 સુધીમાં ભારતમાં પ્રાથમિક ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વર્તમાન 6.5% થી વધારીને 15% કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ સુધારા કુદરતી ગેસના વપરાશને વધારવામાં મદદ કરશે અને ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં અને ચોખ્ખી શૂન્યના લક્ષ્યને હાંસલ કરવામાં ફાળો આપશે. અત્યાર સુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્ર્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ – હેનરી હબ, અલ્બેના, નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ (યુકે) અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી. કિંમતો નક્કી કરવા માટે, જૂના ફોર્મ્યુલા હેઠળ, ચારેય ગેસ ટ્રેડિંગ હબના છેલ્લા એક વર્ષના ભાવની સરેરાશ લેવામાં આવે છે અને પછી તેને ત્રણ મહિનાના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular