ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ઝાડ નીચે તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે જૂગાર રમતા રૂા.5730 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા ખરાવાડ પ્લોટ વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન જીતેશ હરખા વાઘેલા, ચંદ્રેશ ઉર્ફે કારો નાગજી વાઘેલા, ભૂપત ઉર્ફે કમલેશ દેવાયત કેસુર, રવી ઉર્ફે કાટીયો મનસુખ મકવાણા, ભૂપત ડાયા ગજીયા, વલ્લભ બીજલ વાઘેલા, કાબા બાબુ વાઘેલા, મગન દેવશી મકવાણા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5730 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.