છેલ્લા થોડા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ઉનાળાની ઋતુમાં લોકોને વરસાદ દેખાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આવનારા સમયમાં હવામાન અંગે આગામી કરી છે. અંબાલાલએ કહ્યું છે કે, આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત માટે ભારે રહી શકે છે. ગાજવીજ સાથે ઘણાં વિસ્તારોમાં કરા પડી શકે છે. મે માસ સુધી કુલ પાંચ માવઠા થશે. તેમ અંબાલાલએ આગાહી કરી છે. એપ્રિલ માટે કહ્યું છે કે, તા. 3 થી 8 એપ્રિલ સુધી ફરી વાતાવરણ પલ્ટાશે અને તા. 8 થી 14 એપ્રિલ સુધી વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.એપ્રિલ માસએ ગરમીનો માસ છે. ત્યારે એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પણ પડશે. જ્યારે તા. 22 એપ્રિલે અખાત્રીજના દિવસે પણ માવઠુ થશે. આમ, એપ્રિલ મહિનોએ ગરમી, વરસાદ-વાવાઝોડાની શક્યતાઓને વચ્ચે વિતશે તેમ જણાઇ રહ્યું છે. મે માસની વાત કરતાં અંબાલાલએ કહ્યું કે, તા. 8મી મેના દિવસે આંધી-વંટોળ આવી શકે છે. એકંદરે આ વર્ષે ચોમાસુ સારૂ રહેશે. તા. 17 જૂન બાદ ફરી આંધી-વંટોળ સાથે વરસાદ પણ થવાની શકયતાઓ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઇને તા. 17 જૂન સુધીના સમયમાં કમોસમી વરસાદ સહિત કરા, આંધી, વંટોળ, ગાજવીજ સહિતનો માહોલ રાજ્યમાં સર્જાઇ શકે તેવી શકયતાઓ નકારી શકાતી નથી.