Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોના કેસ વધતા વિદેશી મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં કોરોના કેસ વધતા વિદેશી મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર

છ દેશમાંથી આવતા મુસાફરોનું ફરજિયાત આરટીપીઆર કરાશે : એક સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો પડશે

કોરોનાએ ફરી માથુ ઉંચકયું છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિદેશ થી આવતા મુસાફરો માટે ગુજરાતમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં છ દેશમાંથી આવતા મુસાફરોનું ફરજિયાત આરટીપીસીઆર કરાવાશે.

- Advertisement -

રાજયમાં કોરોનાને ધ્યાનમાં લઇને સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઈલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જાપાન અને કોરોનાથી આવતા લોકોના ટેસ્ટ કરાવામાં આવશે. સાથે એર પોર્ટ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો પડશે. તેવો આરોગ્ય વિભાગનો એરપોર્ટ ડાયરેકટરને પત્ર છે.

આમ હવે આ છ દેશોમાંથી આવતા મુસાફરો માટે નેગેટિવ આરટીપીસીઆર રીપોર્ટ રજુ કરવો જરૂર છે. તેવું ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેકટરને પત્ર લખી જાણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular