જામનગરના ખોજા બેરાજા ગામે યુવતીએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના પલાનીસિમેરના અને હાલ જામનગરમાં રહેતાં લક્ષ્મીબેન રમેશભાઈ ગોહિલ (ઉ.વ.18) નામની યુવતીએ તા.18 માર્ચના રોજ અગમ્યકારણોસર પોતાના રહેણાંક મકાને રસ્સા વડે ગળેફાંસો ખાતા 108ના ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા રમેશભાઈ ગોહિલ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.સી. ગોહિલ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.