ભારતના સૌથી મોટા બિઝનેસ જુથોમાં ટાટા જુથનો આઇપીઓ આવી રહયો છે. ટાટા ગૃપની કંપની ટાટા ટેકનોલોજીસ તેનો આઇપીઓ લાવવાની યોજના બનાવી રહયું છે. તે માટે સેબી સમક્ષ ડોકયુમેન્ટ જમા કરાવી દીધા છે. ટાટા ગ્રુપની કોઇ કંપની બજારમાં આઇપીઓ લાવતી હોય તેવું 18 વર્ષ બાદ થઇ રહયું છે. છેલ્લે 2004માં આઇસીએસનો આઇપીઓ આવ્યો હતો. ટાટા જુથની વધુ એક કંપની ભારતીય શેર બજારમાં લિસ્ટ થવા જઇ રહી છે. ટાટા ટેકનોલોજી આઇપીઓ માટે સેબી સામે ડ્રાફટ પેપર ફાઇલ કરી દેવાય છે. સંપુર્ણ પણે ઓફર ફોર સેલ હશે અને તેના દ્વારા હાલના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ 9.57 કરોડ શેરનુ વેચાણ કરશે. આ ઇશ્યુ દ્વારા ટાટા મોટર્સ 8.11 કરોડ શેર, આલ્ફા ટીસી હોલડિંગ્સ 97.2 લાખ શેર અને ટાટા કેપિટલ ગૃપ ફંડ પોતાના 48.6 લાખ ઇકિવટી શેરનું વેચાણ કરશે.