Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ઢોર નિયંત્રણ માટે જામ્યુકોએ સરકાર પાસે રૂપિયા 8 કરોડની ગ્રાન્ટ માંગી

જામનગરમાં ઢોર નિયંત્રણ માટે જામ્યુકોએ સરકાર પાસે રૂપિયા 8 કરોડની ગ્રાન્ટ માંગી

- Advertisement -

જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ઢોર નિયંત્રણની કામગીરી કરવા જામનગર મહાનગરપાલિકાએ મ્યુ. ફાયનાન્સ બોર્ડ પાસે રૂા. આઠ કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે. આ અંગેની વિધિવત દરખાસ્ત સરકારને મોકલવાનું સ્થાયી સમિતિમાં ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં જુદાં-જુદાં 61.75 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

ચેરમેેન મનિષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના જુદા જુદા વિકાસ કામો માટે કુલ 61.75 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા સહાય મંજૂર પ્રોજેકટ સામે નવા કામોની રૂા.45.34 કરોડની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે. શહેરી સડક યોજના અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ વોર્ડના આંતરિક રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાના કામ માટે રૂા.57.20 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માટે જુદા જુદા મશીનો ખરીદવા માટે પણ ખર્ચને બહાલી આપવામાં આવી છે. સિમેન્ટ રોડમાં પાણીની લાઈન, કેબલ વગેરે નાખવા માટે ખોદવામાં આવેલા ચરેડા પૂરવા માટે રૂા.60 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોનમાં ભૂગર્ભ ગટરના વિસ્તૃતીકરણ અને મજબુતીકરણ માટે 36 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. જામનગરમાં ધાર્મિક સ્થળોની સેવા પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરીસરમાં આવેલા રહેઠાણ અને મિલકત વેરામાંથી મુકિત આપવાની કમિશનરની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે આજી-3 માંથી ઉપાડવા માટે સબમર્શિબલ પંપ અને અન્ય મશીનરી ખરીદવા 20.39 લાખના ખર્ચને પણ બહાલી આપવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર વિજય ખરાડી, ઈન્ચાર્જ કમિશનર કોમલબેન પટેલ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular