ઈતિહાસમાં ચૌરી ચૌરાની ઘટના આજથી 100 વર્ષ પહેલા થઇ હતી. આ પ્રસંગને શતાબ્દી મહોત્સવ તરીકે મનાવાઇ રહ્યો છે. ચૌરી ચૌરામાં યોજાનારા શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન આજે સવારે ૧૧ વાગ્યે નરેન્દ્ર મોદી વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી કરવાના છે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે સત્યાગ્રહીઓના પરિવારના સભ્યોનું પણ સન્માન કરવામાં આવશે. ચૌરી ચૌરાની ઘટનામાં 19 સત્યાગ્રહીઓને ફાંસી આપવામાં આવી હતી જ્યારે 14 ને આજીવન કેદની સજા આપવામાં આવી હતી.
ચૌરી ચૌરાની ઘટના શુ હતી ?
ચૌરી ચૌરા એ ભારત દેશના ઉતરપ્રદેશ રાજ્યમાં ગોરખપુર શહેર નજીક આવેલ એક નગર છે. 4 ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી ચૌરાના ભોપા માર્કેટમાં સત્યાગ્રહી એકત્રિત થયા. જ્યારે તેઓ શાંતિ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશને તેને ગેરકાયદેસર જાહેર કરી દીધી. ઘટના સ્થળ પર રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે ગાંધી ટોપીને પગ વડે કચડી નાંખી. તેને લીધે સત્યાગ્રહી આક્રોશમાં આવી ગયા ભારતીયોએ બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીને આગ લગાડી હતી. જેના કારણે ત્યાં છુપાયેલા ૨૨ પોલીસ કર્મચારીઓ જીવતા બળીને મૃત પામ્યા હતા. આ ઘટના ચૌરી ચૌરા કાંડ તરીકે ઓળખાય છે.
આ ઘટનાના પરિણામે ગાંધીજીએ કહ્યું હતું કે આ હિંસા કરી હોવાને કારણે અસહકાર ચળવળની જરૂરીયાત લાગતી નથી અને તેને પાછી ખેંચી લીધી હતી. આ ઘટના બાદ તરત જ ગાંધીજીએ અસહકાર આંદોલન સમાપ્ત કરવા માટે જાહેરાત કરી હતી. ઘણાં લોકોને ગાંધીજીનો આ નિર્ણય યોગ્ય લાગ્યો ન હતો. ખાસ કરીને ક્રાંતિકારીઓ દ્વારા તેનો સીધી કે આડકતરી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 23 પોલીસ કર્મચારી જીવતા સળગી ગયા હતા. ત્યારબાદ ગોરખપુર કોર્ટે 9 જાન્યુઆરી 1923ના રોજ ચુકાદો આપ્યો. તેમાં 172 લોકોને દોષિત ઠરાવવામાં આવ્યા હતા અને તમામને ફાંસી આપવાનો ચુકાદો આપ્યો હતો અને 47 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પંરતુ આ ચુકાદાના લઇ ને વિરોધ થતાં ફરીથી કોર્ટે ચુકાદો આપ્યો ચુકાદો 8 મહિના સુધી ચાલ્યો હતો. અને બાદમાં ૨૦ એપ્રિલ ૧૯૨૩ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદામાં ફેરફાર કરીને ૧૯ લોકોને ફાંસી અને ૧૧૦ લોકોને આજીવન કેદ તેમજ બાકીના લોકોને લાંબી કેદની સજા આપી હતી. આ ઘટનામાં જીવ ગુમાવનાર સત્યાગ્રહીઓને શહીદ માનવામાં આવ્યા હતા. ચૌરીચૌરા વિદ્રોહને અત્યાર સુધી ‘કાંડ’ના રૂપમાં યાદ કરાતો હતો, પણ વડાપ્રધાન શહીદોના સન્માનમાં આજની નવી વ્યાખ્યા કરશે. હવેથી આ ઘટના જનવિદ્રોહી કહેવાશે.
આ 19 લોકોને આપવામાં આવી હતી ફાંસી
અબ્દુલ્લા ઉર્ફે સુખી, 2. ભગવાન આહિર, 3. વીક્રમ આહિર, 4. દુધાઇ, 5. કાલીચરણ, 6. લાલ મુહમ્મદ, 7. લવતુ, 8. મહાદેવ, 9. મેઘુ તિવારી ઉર્ફે લાલબીહારી, 10. નઝર અલી, 11. રઘુવીર , 12. રામલગન, 13. રામરૂપ, 14. રૂદાલી, 15. સહદેવ, 16. સંપત, 17. સંપત આહિર, 18. શ્યામસુંદર, 19. સીતારામ