Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરવિવારે મોદી-મમતા શું-શું બોલ્યા ?

રવિવારે મોદી-મમતા શું-શું બોલ્યા ?

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલીને સંબોધન કર્યું હતું. પોતાના 68 મિનિટના ભાષણમાં તેમણે મમતા સરકાર, ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલીને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “માતા-માટી-માણસ સાથે વિશ્વાસઘાત પછી, આ લોકોએ એક નવો નારો લગાવ્યો છે. દીદી તમે માત્ર બંગાળની જ નહીં પરંતુ આખા ભારતની પુત્રી છો. થોડા દિવસો પહેલા, જ્યારે તમે સ્કૂટી સંભાળી, ત્યારે દરેક જણ પ્રાર્થના કરતા હતા કે તમે સુરક્ષિત રહો, તમને ઈજા ન થાય. સારું થયું કે તમે પડ્યા નહીં, અન્યથા જે રાજયમાં તે સ્કૂટી બનાવવામાં આવી છે, તે રાજ્યને પોતાનો દુશ્મન બનાવી દેત. જો સ્કૂટી દક્ષિણમાં બનેલી હોત, તો તેણે તેને શત્રુ બનાવ્યો હોત, જો તે ઉત્તરમાં હોત, તો તેણે તેને દુશ્મન બનાવ્યો હોત.તમારી સ્કૂટી ભવાનીપુર ગયા પછી નંદીગ્રામ તરફ વળી ગઈ. અમે દરેકનું સારું જ ઈચ્છીએ છીએ, એવું નથી ઈચ્છતા કે કોઈને ઇજા થાય. જ્યારે સ્કૂટીએ નંદીગ્રામમાં પડવાનું નક્કી જ કર્યું તો અમે શું કરીએ.”
મોદીએ સંબોધન કરતાં કહ્યું, ’પાછલા દાયકાઓમાં બ્રિગેડ ગ્રાઉન્ડમાં અનેક વખત નારા ગુંજયા છે કે બ્રિગેડ ચાલો. આ ભૂમિએ ઘણા દેશભક્તોને જોયા છે. આ ગ્રાઉન્ડ બંગાળના વિકાસમાં રોડાં નાખનારાઓનું સાક્ષી પણ રહ્યું છે. બંગાળની ધરતીને ચોવીસ કલાક હડતાલ અને બંધમાં રાખનારાઓની નીતિઓ કાવતરાં પણ આ ગ્રાઉન્ડે જોયા છે.
કોલકાતામાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીના થોડા સમય બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સિલિગુડીમાં પદયાત્રા કાઢી. જેમાં તેઓએ એલપીજી સિલિન્ડરના વધતા ભાવોના બહાને કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે લોકો એક સિન્ડિકેટ અંગે જાણે છે. આ સિન્ડિકેટ મોદી અને અમિત શાહ છે. પીએ મોદી લોકોને ગુમરાહ કરવા માટે ખોટું બોલે છે. બંગાળના લોકો ખતરામાં આવી જશે, જો તેઓ ભાજપ જેવી વિભાજનકારી પાર્ટીને રાજ્યમાં સત્તા કબજે કરવા દેશે તો.
ભાજપના નેતાઓ દ્વારા વારંવાર ખેલા હોબે શબ્દના ઉપયોગ કરવાને લઈને મમતાએ તે અંદાજમાં જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું કે ખેલા હોબે. અમે રમવા માટે તૈયાર છીએ. હું વન-ઓન-વન ખેલવા માટે તૈયાર છું. જો તેઓ (ભાજપ) વોટ ખરીદવા માગે છે, તો તેની પાસેથી પૈસા લઈ લો અને ટીએમસીને વોટ આપી દો. પરિવર્તન દિલ્હીમાં થશે, બંગાળમાં નહીં. તેઓએ (પીએમ મોદી)એ કહ્યું કે બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી, પરંતુ યુપી, બિહાર અને અન્ય રાજ્યોને જુઓ. બંગાળમાં મહિલાઓ સુરક્ષિત છે.
મમતાએ ગુરૂવારે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાંથી ઉતરવાની જાહેરાત કરી. તૃણુમૂલથી બીજેપીમાં ગયેલા શુભેન્દુ અધિકારી નંદીગ્રામથી જ ધારાસભ્ય રહી ચુક્યા છે. બીજેપીએ પણ તેઓને અહીંથી જ ટિકિટ આપી છે. એવામાં આ સીટ બંગાળ ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular