જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા. 09-01-2026 ને શુક્રવાર રોજ જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ ખાતે લોક મોડયુઅલમા વર્જીન પી.વી.સી. એંગલ બદલાવવાનુ તેમજ સસોઈ ડેમથી આવતી 700 એમ.એમ.ડાયાની રાઈઝીંગમેન પાઈપ લાઈનનું, નાઘેડી ફીલ્ટર પ્લાન્ટ ખાતે જતી 700 એમ.એમ.ડાયાની નવી પાઈપ લાઈન સાથે જોડાણ કામ કરવાનુ થતુ હોય જેના કારણે સસોઈ ડેમ શટડાઉન હોવાથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ સંલગ્ન જ્ઞાનગંગા તથા ગોકુલનગર ઈ.એસ.આર.ના વિસ્તારોમાં તા. 09-01-2026ના શુક્રવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે. ગોકુલનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તા2ો ગોકુલનગર , મથુરાનગર , લક્ષ્મીનગર , પ્રજાપતિ, દલવાડી સોસાયટી, સોમનાથ સોસાયટી, વૃંદાવન 1-2, દ્વારકાધીશ સોસાયટી, રામનગર, અયોધ્યાનગર , મારૂતિનગર ,સરદાર નગર , સરદાર પાર્ક, દ્વારકેશ વિલા, દ્વારકેશ-1 થી 4, માઘવબનગર-1,2,3,5,6, મહાલક્ષ્મીપાર્ક, પ્રણામી ટાઉનશીપ, ખોડીયાર નગર વિગેરે વિસ્તારો તેમજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ધોરીવાવ, શીવધારા-1,2,3,6,7, ખોડીયાર વીલા,શ્રીરાજપાર્ક, ખોડલગ્રીન્સ, જે જે કબીર, શ્રીજીપાર્ક, યોગીધામ, જયહરી પાર્ક, ઓમપાર્ક, જયોતીપાર્ક-1,2, ખોડલવીલા, જે જે જશોદાનાથ 1,2, ક્રિષ્નાપાર્ક, નીલગીરી વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.
ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે. બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લઈને સહકાર આપવા મહાનગરપાલિકાના વોટર વર્કસના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.


