મહિલાઓનો એક ગુણ કે તેઓ કોઇપણ કામ સરળતાથી અને ઝડપથી કરી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર અવાર-નવાર વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં સ્ટેશન પર સોડા વેંચતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણી રોકેટની સ્પીડથી સોડા તૈયાર કરી આપે છે.
Hardworking aunty sells fresh rocket soda pic.twitter.com/wRwNlIEN9e
— internet hall of fame (@InternetH0F) October 23, 2024
એકસ પ્લેટફોર્મ પરના @internet hall of fame પર શેર કરાયેલા આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે મહિલા ગ્લાસમાં બરફના ટુકડા નાખે છે પછી તેને સરળતાથી સમય ગુમાવ્ા ગર ોડે છે. એક સાથે બે મસાલાના પેકેટ તોડીને ગ્લાસમાં મસાલો અને લીંબુ નાખે છે. અને ત્યારબાદ સોડાની કાચની બોતલને ફટ કરીને ખોલીને સોડાનો ગ્લાસ ભરે છે.
જે સ્પીડથી મહિલા સોડા બતાવે છે લોકોએ આ સોડાને રોકેટ સોડા નામ આપ્યું છે. અને આ સ્પીડ જોઇને કહી શકાય કે ‘ઝડપનું નામ જાદુ’ આંખના પલકારામાં કામ પતાવીને સોડા તૈયાર કરતી આ મહિલાનો અંદાજ નિરાલો છે. સામાન્ય રીતે મહિલાઓમાં દરેક કામને ન્યાય આપી સરળતાથી અને ઝડપથી કરવાની કુનેહ હોય છે અને તેમાં પણ ફુડ વેંન્ડર્સ તો ઝડપથી કામ કરવા માટે જાણીતા હોય છે. કા.કે. સામે લાગેલી લાંબી કતારને પોહંચી વળવા માટે તેમણે ઝડપનો જાદુ તો કરવો જ પડે છે.