આજે 16 નવેમ્બર એટલે ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’. જે ભારતીય પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીનું પ્રતિક છે. આ દિવસ ભારતીય પ્રેસને સ્વતંત્રતા અને જવાબદારીઓ સન્માન માટે નકકી કરાયો છે. પ્રેસ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. આ દિવસે પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી હતી. જેનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે. પ્રેસ સંબંધિત ફરિયાદોનું નિવારણ અને પત્રકારોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનું છે. આ દિવસનો હેતુ મીડિયા અધિકારો અને ફરજોને સંતુલિત કરવાનો છે. આ દિવસે પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારા પત્રકારોને સન્માનિત કરવામાં આવે છે. ભારતમાં પ્રેસે દેશની આઝાદીની લડત અને લોકશાહી રાષ્ટ્ર તરીકેની યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે વિશ્ર્વમાં મહાનુભાવોએ પણ પ્રેસ દિવસ માટે કંઈક કહ્યું છે.
પ્રેસની ્વતંત્રતા એક મલ્ય વિશેષાધિકાર છે જેને કોઇ દેશ છોડી શકતો નથી. – મહાત્મા ગાંધી
લોકશાહી પ્રણાલીમાં આપણને પ્રેસની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા, અભિ વ્યક્તિની સ્વતંત્રતા અને સંગઠનની સ્વતંત્રતા અને તમામ પ્રકારની સ્વતંત્રતા છે. – સરદાર વલ્લભભાઈ પટેલ