ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલ કોવીડ ગાઈડલાઇન્સની મુદ્દત 10જુલાઈઈ પૂર્ણ થઇ રહી છે. ત્યારે 11 જુલાઈથી 20જુલાઈ સુધી કોવીડની નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોરોનાના સતત ઘટી રહેલા કેસ વચ્ચે હવે રાજ્યના માત્ર 8મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યું રહેશે. અન્ય શહેરોને કર્ફ્યુંમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.
રાજ્યમાં હવે જામનગર,અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. આ ઉપરાંત પણ અન્ય કેટલીક છુટ આપવામાં આવી છે જે આ મુજબ છે.
જામનગર સહીત 8 મહાનગરોમાં 10જુલાઈથી 20 જૂલાઈ સુધી રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે.
વેપારીઓ અને કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં ફરજીયાતપણે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા 31જુલાઈ બાદ એકમો ચાલુ રાખી શકાશે નહી.
લગ્નપ્રસંગ માટે 150 વ્યક્તિઓને મંજુરી તેમજ અંતિમક્રિયા માટે 40 વ્યક્તિઓની મંજુરી રહેશે.
રાત્રી કર્ફ્યું વાળા 8 મહાનગરોમાં ધંધાકીય એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
હોટેલ અને રેસ્ટોરન્ટસ રાત્રિના 9 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે.
60% ક્ષમતા સાથે જીમ ચાલુ રાખી શકાશે
શાળા-કોલેજોની પરીક્ષાઓ તેમજ અન્ય પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે યોજી શકાશે.
ધો.9થી તમામ ધોરણના વિદ્યાર્થીઓ કે અન્ય પરીક્ષાઓના અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસ 50% વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શરુ કરી શકાશે.
ધાર્મિક સ્થળો તેમજ લાઈબ્રેરી અને બાગબગીચા ખોલી શકાશે.
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યું માંથી મુક્તિ તેમજ 75% પેસેન્જરની કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.