છેલ્લાં ઘણાં વર્ષોથી લોકોની ખાનપાનમાં અને કામકાજની આદતોમાં ઘણાં ફેરફારો આવ્યા છે. પહેલાં લોકોને પોતાના કામસર થોડું ચાલવાનું અને કસરત થતી જ્યારે હવે વાહનોની સગવડતા વધતા એ વોકીંગ થતુ નથી. જીવનમાંથી શ્રમની બાદબાકી થઈ રહી છે. ત્યારે સાથે સાથે જંકફુડ અને ભેળસેળયુકત આહારનું પ્રમાણ વધ્યું છે. સાથે સાથે મોડીરાત્રે બહાર જમવાનું તેમજ મોડું સુવાની કુટેવો પણ પેટ પર સીધી અસર કરે છે. અને વૃધ્ધો સહિત યુવાનો અને બાળકોની પાચનશકિત પણ કયાંકને કયાંક મંદ થઈ રહી છે. ત્યારે પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમાએ આપણને કેટલી ટીપ્સ આપે છે. તો ચાલો જાણીએ…
સરળતાથી સુપાચ્ય ફાઈબરયુકત ખોરાક ખાવાથી તમારી પાચન શકિત મજબુત થશે અને શરીરને વધુ પોષણ મળશે. સારી પાચનશકિત માટેની સરળ ટિપ્સ આ મુજબ છે.
1. એક સાથે વધારે ન જમવું.
2. રાત્રિભોજન હળવુ કરવું.
3. શારીરિક કસરત કરવી.
4. ફાયબર યુકત ખોરાક લેવો.
5. ખાંડનો ઓછો વપરાશ કરવો.
6. લીલા શાકભાજી અને ફળો ખાવા.
7. ટ્રાન્સફેટ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહેવું.
8. જમ્યા પછી તરત પાણી ન પીવું.
9. ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવો.
10. શરીરને જરૂરિયાત મુજબ પાણી પીવું.
તો આ આ દસ ટીપ્સને ફોલો કરતા તમારી પાચનશકિત મજબુત બને છે.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંતો અથવા તમારા ડોકટરની સલાહ લો.)