જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયાની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવા માં આવી હતી. જેમાં જામનગર અંધાશ્રમમાં ફ્રુટ વિતરણ, વાત્સલ્ય ધામ વૃદ્ધાઆશ્રમમાં વૃદ્ધો માટે જમણવાર, વૃદ્ધોને માક્સ વિતરણ, વૃક્ષા-રોપણ સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા તથા જામનગર તાલુકા કૉંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના કૉંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.