Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયજમીનની નીચેથી વૈજ્ઞાનિકોને મળ્યો હાઈડ્રોજનનો ખજાનો

જમીનની નીચેથી વૈજ્ઞાનિકોને મળ્યો હાઈડ્રોજનનો ખજાનો

2% ગેસ આખા વિશ્વને 200 વર્ષ સુધી વીજળી પુરી પાડશે

વૈજ્ઞાનિકોને પૃથ્વીની સપાટી નીચે હાઈડ્રોજનનો ખજાનો મળ્યો છે. તેનો માત્ર એક નનકડો ભાગ 200 વર્ષ સુધી સમગ્ર પૃથ્વીને વીજળી પહોંચાડી શકે છે. અશ્મિભુત ઈંધણની જરૂરિયાત સમાપ્ત થશે. આ હાઈડ્રોજન પથ્થરો અને ભૂગર્ભ સ્ત્રોતોમાં હાજર છે. આ પૃથ્વી પર હાજર તેલ કરતા 26 ગણુ વધારે છે.

- Advertisement -

પૃથ્વીની સપાટીને નીચે હાઈડ્રોજનનો પહાડ છે. વૈજ્ઞાનિકો માને છે કે જો તેનો થોડો પણ ઉપયોગ કરવામાં આવે તો 200 વર્ષ સુધી અશ્મિભૂત ઈંધણની જરૂર નહીં રહે. આપણી પૃથ્વીની સપાટીની નીચે લગભગ 6.3 ટ્રિલિયન ટન હાઈડ્રોજન હાજર છે તે પથ્થરો અને ભૂગર્ભ જળાશયોમાં છે. આ હાઈડ્રોજન પૃથ્વી પર હાજર તેલ કરતા 26 ગણુ વધારે છે. પરંતુ સમસ્યા એ છે કે વૈજ્ઞાનિકો આ હાઈડ્રોજનનું ચોકકસ સ્થાન જાણતા નથી. જે શોધી કાઢવામાં આવ્યું છે. કાં તો સમુદ્રમાં છે અથવા કાંઠાથી દૂર છે. અથવા ખુબ ઉંડા તેમની માત્રા પણ વધારે નથી. તેથી અહીંથી હાઈડ્રોજન કાઢવું ફાયદાકારક નથી.

યુએસજીએસ પેટ્રોલિયમ જીઓકેમિસ્ટ જયોફ્રી એલિસે જણાવ્યું હતું કે, હાઈડ્રોજન ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. તે ખાસ કરીને વાહનો ચલાવવામાં ફાયદાકારક છે. તે વીજળી ઉત્પન્ન કરી શકે છે. આટલા વિશા ાઈડ્રોજન ્ટોકમાંથી માત્ર 2 ટકા એટલે કે 124 કરોડ ટન સમગ્ર વિશ્ર્વને ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન સુધી લઇ જઇ શકે છે. તે પણ 200 વર્ષ માટે કયાંયથી પ્રદુષણ નહીં આખી દુનિયા આમાંથી મુકત થઈ જશે.

- Advertisement -

જ્યોફ્રી એ જણાવ્યું કે, પથરીઓ વચ્ચે રાયાસણિક પ્રતિક્રિયાના કારણે હાઈડ્રોજન બને છે. જ્યારે પાણી બે ભાગોમાં વિભાજીત થાય છે. ત્યારે હાઈડ્રોજન અને ઓક્સિજન છોડવામાં આવે છે. પ્રકૃતિમાં ડઝનેક પ્રક્રિયાઓ છે. જેના દ્વારા હાઈડ્રોજન ઉત્પન્ન થાય છે. પરંતુ, તેમની સંખ્યા ઘણી ઓછી છે. જ્યારે વૈજ્ઞાનિકોને પશ્ર્ચિમ આફ્રિકા અને અલ્બેનિયાની ક્રોમિયમ ખાણોમાં હાઈડ્રોજનનો મોટો જથ્થો મળ્યો ત્યારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીની નીચેની સપાટી પર હાઇડ્રોજન શોધવા માટે અભ્યાસ શરૂ કર્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular