Monday, December 8, 2025
Homeરાજ્યજામનગરરોડ બનાવના કોન્ટ્રાક્ટરએ ખેતરમાંથી માટી ચોરી લીધી

રોડ બનાવના કોન્ટ્રાક્ટરએ ખેતરમાંથી માટી ચોરી લીધી

જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતાં ખેડૂત યુવાનના ખેતરમાંથી મંજૂરી વગર ગેરકાયદેસર રીતે 1646 ટન માટીનું ખોદકામ કરી ચોરી કરવા સંદર્ભે પ્રાઇવેટ લિમિટે કંપનીના જવાબદાર કર્મચારી સામે ફરિયાદ નોંધાઇ હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતાં જિતેન્દ્ર રામજીભાઇ રાઠોડ (ઉ.વ.30) નામના યુવાનની ખેતીની જમીન નવા નાગના ગામમાં આવેલી છે. આ ખેતરની બાજુમાં રોડ બનાવવાનું કામ ચાલુ હતું. આ કામ A & T Infracon Privage Limited નામની કંપનીના જવાબદાર કર્મચારીઓ દ્વારા રોડના કામ માટે જિતેન્દ્ર તથા અન્ય ખેડૂતોની સર્વે નંબર 151 અને 150 પરથી મંજૂરી લીધા વગર ગેરકાયદેસર ખોદકામ કરી રૂા. 4,06,339ની કિંમતની 1646.76 મે. ટન માટીની ચોરી કરી ગયા હતા. આ અંગે જિતેન્દ્રભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. એસ. પોપટ તથા સ્ટાફ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular