જામનગરના ઢીંચડા માર્ગે ભૂગર્ભ ગટર પાઇપલાઇનના કામ માટે બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદ વિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચઢડા ગામના રસ્તા પર 66 કેવી સબ સ્ટેશનવાળો રોડથી ખારા બેરાજા જંકશન સુધીનો રોડ 3 માસ માટે બંધ કરાયો છે. જામ્યુકો કમિશનરે જાહેર નોટિસ બહાર પાડી વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરી છે.
જામનગર મહાનગરપાલિકા કમિશનર તથા જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ ચેરમેન ડી.એન. મોદીએ બહાર પાડેલ નોટિસમાં જણાવ્યું છે કે, જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળની હદમાં બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી. સબ સ્ટેશનવાળો રોડ થી ખારા બેરાજાના જંક્શન સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.22/11/2024 થી તા.21/02/2025 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આ હુકમન ગ કરે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ 1949 કલમ – 392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી. સબ સ્ટેશનવાળો રોડ થી ખારા બેરાજાના જંક્શન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ઢીચડા ગામમાંથી થઇ જાડાના 18 મીટર ડી.પી.ોડ પર આવેલ દરગાહ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી. સબ સ્ટેશનવાળો રોડ થી ખારા બેરાજાના જંક્શન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ઢીચડા ગામથી ખરાબેરાજા વાળા રોડ થઇ એરફોર્સ – 1 ના ગેટ પાસેથી થઇ મહાકાળી ચોકડી તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.