ઈપીએફઓ દ્વારા વર્ષ 2020-21 માટે પીએમના વ્યાજદરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. શ્રીનગર ખાતે યોજાયેલી બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ઈપીએફઓ દ્વારા પીએફના વ્યાજનો દર 8.5 ટકા પર યથાવત રખાયો હતો. વ્યાજદરમાં ઘટાડો ન થતાં 6 કરોડ કર્મચારીઓને રાહત થઇ હતી. કોરોનાની મહામારીના પગલે પીએફના વ્યાજદરમાં ઘટાડો કરાય તેવી સંભાવના હતી ઉલ્લેખનીય છે કે, વ્યાજદર પહેલેથી જ સાત વર્ષના નીચલા સ્તરે છે. ગત વર્ષે વ્યાજદર 8.5 ટકા નક્કી કરવામાં આવ્યા હતા.
એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ફાઈનલ સેટલમેન્ટ, મોત, વીમો, એડવાન્સ જેવા વિવિધ કારણોના લીધે પીએફમાંથી 73,288 કરોડની રકમ ઉપાડી લેવાઈ હતી.