Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીય‘વેલડન ઇન્ડિયા’ દેશમાં એક દિવસમાં લાગ્યા રેકોર્ડબ્રેક 82 લાખ રસીના ડોઝ

‘વેલડન ઇન્ડિયા’ દેશમાં એક દિવસમાં લાગ્યા રેકોર્ડબ્રેક 82 લાખ રસીના ડોઝ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે, દેશભરમાં રસીકરણ અભિયાનની ગતિ તેજ કરવામાં આવી છે. અને પહેલા જ દિવસે દેશમાં રસીકરણનો રેકોર્ડ નોંધાયો છે. સરકારી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કોરોના રસીના 82 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના રેકોર્ડ અંગે ખુશી વ્યક્ત કરતા વડા પ્રધાન મોદીએ “વેલડન ઇન્ડિયા” કહ્યું છે.

કેન્દ્ર સરકારનાં નિશુલ્ક રસીકરણ અભિયાનની ઘોષણા પીએમ મોદીએ થોડા દિવસ પહેલા કરી હતી, કેન્દ્ર સરકારે રસીનાં ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ખુદ ખરીદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે 25 ટકા વેક્સિન ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદવામાં આવશે.

કેન્દ્ર સરકાર હવે આ રસી ખરીદીને તે રાજ્ય સરકારને જ આપશે, જ્યારે અગાઉ રાજ્યોને પણ આ રસી ખરીદવાનું કહેવામાં આવ્યું હતું. રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ કારણોસર રસીનાં 81 લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે કોવિન એપ્લિકેશન મુજબ, અત્યાર સુધીમાં 82,70,212 રસી લગાવવામાં આવી છે. રસીકરણ અંગે વડા પ્રધાન મોદીએ ટિવટ કર્યું કે, આ રેકોર્ડ બ્રેક રસીકરણના આંકડાઓ આનંદદાયક છે. કોવિડ-19 સામે લડવા માટે રસી એ આપણું સૌથી મજબૂત શસ્ત્ર બન્યું છે અને બધા ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ કે જેમણે આ સુનિશ્ર્ચિત કર્યુ કે તેમાં નાગરિકોને રસી મળી શકે, વેલ્ડન ઇન્ડિયા “, પીએમ મોદીના ટિવટને રીટિવટ કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે અહીંથી વધું આગળ વેલ્ડન ઇન્ડિયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular