Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપ નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં સાદગીથી ઉજવાશે પ્રાણનાથ પ્રાકટય મોહોત્સવ

પ નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં સાદગીથી ઉજવાશે પ્રાણનાથ પ્રાકટય મોહોત્સવ

જામનગરમાં શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય દ્વારા મંગળવાર 5મી ઓકટોબર પ્રાણનાથ પ્રાકટય મહોત્સવ કોરોનાની ગાઇડલાઇન સાથે સાદાયથી ઉજવવામાં આવશે.

પ્રણામી સંપ્રદાયના પ્રવર્ધક આચાર્ય પ્રાણનાથજીનો 404મો પ્રાકટય મહોત્સવ નિમિતે મંગળવારે જામનગર સ્થિત પ નવતનપુરી ધામ ખિજડા મંદિરમાં સવારે 10 કલાકે મહાઆરતી યોજાશે. ત્યારબાદ 10:30 કલાકે ધ્વજા રોહણ અને સાંજે 4:30 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું યુ-ટયુબ વેબસાઇટ અને ફેસબુક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રસાર માધ્યમો પર આ કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જયારે ધાર્મિક કાર્યક્રમમાં સરકારની ગાઇડલાઇન મુજબ ભાગ લેવાં તમામ સુંદરસાથજીને અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular