Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં એક સપ્તાહમાં નવા 3,070 કોરોનાના કેસ

ગુજરાતમાં એક સપ્તાહમાં નવા 3,070 કોરોનાના કેસ

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના 500થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 575 નવા કેસ નોંધાયા છે જ્યારે 1 મૃત્યુ થયું છે. આમ, રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ 24 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક 2,73,386 જ્યારે કુલ મરણાંક 4,415 છે. રાજ્યમાં હાલ 3,140 એક્ટિવ કેસ છે અને 46 દર્દી વેન્ટિલેટર પર છે. માર્ચ મહિનાના પ્રથમ 7 દિવસમાં જ કોરોનાના 3,070 કેસ નોંધાઇ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, સુરત એમ બે જિલ્લામાં કોરોનાના 100થી વધુ દૈનિક કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 125-ગ્રામ્યમાં 20 સાથે સૌથી વધુ 145 જ્યારે અમદાવાદ શહેરમાં 127-ગ્રામ્યમાં 4 સાથે 131 નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ વડોદરા શહેરમાં 70-ગ્રામ્યમાં 12 સાથે 82, રાજકોટ શહેરમાં 58-ગ્રામ્યમાં 13 સાથે 71 કેસ નોંધાયા છે. આમ, કોરોનાના કુલ કેસનો આંક અમદાવાદમાં 63,584-સુરતમાં 54,559-વડોદરામાં 30,572 અને રાજકોટમાં 23,792 છે. અમદાવાદ-સુરત-વડોદરા એમ 3 જિલ્લામાં હાલ 500થી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 16 સાથે ભાવનગર,14 સાથે આણંદ, 13 સાથે ગાંધીનગર-જામનગર,11 સાથે મહેસાણા, 10 સાથે કચ્છનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બોટાદ અને ડાંગ એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. આ સાથે જ અમદાવાદમાં કોરોનાથી કુલ મરણાંક હવે 2318 છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 113, વડોદરામાંથી 91, સુરતમાંથી 84, રાજકોટમાંથી 72 એમ રાજ્યભરમાંથી કુલ 459 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 2,65,831 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 97.24% છે. છેલ્લા 24 કલાકમાં વધુ 37418 ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 1.20 કરોડ થયો છે. રાજ્યમાં હાલ 23,384 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular