જામાનગર તાલુકાના સીંગચ ગામમાં ડિગ્રી વગરનો શખ્સ દવાખાનુ ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ડિગ્રી સર્ટીફિકેટ વગરના શખ્સો બેરોકટોક દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી કમાણી કરતા હોય છે. આવા બોગસ તબીબો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ, કાર્યવાહીમાં કોઇ કડક કાર્યવાહી થતી ન હોવાથી ફરીથી તબીબી સેવાઓ શરૂ કરી દેતા હોય છે. દરમિયાન એસઓજીના ચંદ્રસિંહ જાડેજા, દિનેશ સાગઠીયા, રમેશ ચાવડા, સોયબ મકવાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ બી.એન.ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સીંગચની મુખ્ય બજારમાંથી દિપકકુમાર દુલાલચંદ શાહ નામના શખસને ઝડપી લઇ તેમની પાસેથી જુદી જુદી કંપનીઓની દવા, બાટલા, ઈંજેકશનો, સ્ટ્રુેટોસ્કોપ, બીપી માપવાનું મશીન સહિતનો રૂા. 4280 નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.