Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલથી મહાસોમયાગ-વિષ્ણુ ગોપાલ યજ્ઞનો શુભારંભ

આવતીકાલથી મહાસોમયાગ-વિષ્ણુ ગોપાલ યજ્ઞનો શુભારંભ

- Advertisement -

છોટીકાશી જામનગરના આંગણે આવતીકાલથી છ દિવસ માટે અભૂતપૂર્વ ધર્મકાર્યનો લાભ મળશે. એચ.જે.લાલ પરિવાર આયોજીત મહાસોમયાગ-વિષ્ણુગોપાલ મહાયાગનો તા.25ના સવારથી શુભારંભ થશે.

- Advertisement -

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેનું અદકેરૂં મહાત્મય છે તેવા શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ અને શ્રી વિષ્ણુગોપાલ મહાયાગ તા.25 થી તા.30 જાન્યુઆરીના દિવસોમાં સંપન્ન થશે. શહેરના ખંભાલીયા રોડ પર જુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ નજીક આવેલી એચ.જે.લાલ પરિવારની વાડી ખાતે ઉભા કરાયેલા વિશાળ શ્રી વલ્લભાચાર્યનગર ખાતે થનારા આ સોમયજ્ઞના યજમાન તરીકે હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) લાભ લઈ રહ્યો છે.

દેશ-દેશાવરમાં 144 સોમયજ્ઞ કરનારા ઈંદોરના પહ્મશ્રી-પહ્મભૂષણ પૂજયપાદ ગોસ્વામી ગોકુલોત્સવજી મહારાજ આ 145મો સોમયજ્ઞ કરાવશે. તેઓની સાથે સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ગોસ્વામી શ્રીવ્રજોત્સવજી મહોદય (અભિનવાચાર્ય) અને પૂ.પા.ગો.ચિ. ઉમંગરાયજી બાવા પણ આ યજ્ઞ કાર્યમા જોડાશે.

- Advertisement -

જામનગર શહરમાં સર્વપ્રથમ વખત થઈ રહેલ આ પ્રકારના શાસ્ત્રોક્તવિધી મુજબના સોમયજ્ઞની પ્રદક્ષિણા 24 કલાક કરી શકાશે. જયારે યજ્ઞનો સમય દરરોજ સવા2ે 9 થી 11, 11 થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોર પછી 4 થી 6 દરમ્યાન રહેશે. જેના દર્શનનો લાભ જાહેર જનતાને પણ મળી 2હેશે.

સોમયજ્ઞના દિવસો દરમ્યાન દરરોજ જુદા-જુદા મનોરથના દર્શનનો લાભ સાંજે 6 થી 7 વાગ્યા દરમ્યાન મળશે. જેમાં તા.25ના રોજ તુલસી વિવાહ મનોરથ, તા.26ના રોજ છાક મનોરથ, તા.27ના રોજ યમુનાજીનો ચુનરી મનોરથ અને તા.28ના રોજ નંદ મહોત્સવ પલનાના દર્શનનો લાભ મળશે. યજ્ઞના પાંચમા દિવસે તા.29-1-2024ના રોજ સાંજે પાંચ વાગ્યે રથયાત્રા ધ્વજારોહણ અને બ્રદ્મચક્રનો કાર્યક્રમ યજ્ઞ સ્થળ પર થશે અને તા.30ના સાંજે પાંચ વાગ્યે વિરાટ સોમયજ્ઞનું સમાપન થશે. યજ્ઞના દિવસો દરમ્યાન દરરોજ બપોરે ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

- Advertisement -

આ છ દિવસીય યજ્ઞકાર્ય માટે યજમાન એચ.જે.લાલ પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ અને વિરાજભાઈ લાલના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને લાલ પરિવારના શુભેચ્છકો-મિત્રોની વિશાળ ટીમ વ્યવસ્થા માટે કાર્યરત બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular