Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજે કરૂણા આયંબિલ યોજાઇ...VIDEO

જામનગરમાં આજે કરૂણા આયંબિલ યોજાઇ…VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી બકરી ઇદના દિવસે કરૂણા આયંબિલ કરાવવામાં આવે છે. જે અંતર્ગત આજે શહેરના ઓશવાળ સેન્ટર, લોકાગચ્છની વાડી, દેવબાગ આયંબિલ ભુવન વગેરે સ્થળોએ આયંબિલ આયોજન કરાયું હતું.

- Advertisement -

ઉપાશ્રયોમાં આજે સવારે મહારાજસાહેબો દ્વારા મેહુલનગર સંઘમાં બિરાજતા ગચ્છરથવિર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસુરિશ્ર્વરજી મહારાજા તથા શાંતિભુવન સંઘમાં પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિશેખરસુરિશ્ર્વરજી મહારાજ, શેઠજી દેરાસર પાઠશાળામાં પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ ફૂલચંદ્રસુરિશ્ર્વરજી મહારાજ, કામદાર કોલોની સંઘમાં પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હર્ષશેખરસુરિશ્ર્વરજી મ.સા., ઓશવાળ કોલોની સંઘમાં પ.પૂ. પન્યાસપ્રવર સુમતિશેખરવિજયજી મ.સા. તથા પેલેસ સંઘમાં પ.પૂ. મુનિરાજ સુભાષિતવિજયજી મ.સા. તથા જામનગર શહેરના બધા સંઘોમાં બિરાજમાન પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોએ વ્યાખ્યાન ફરમાવ્યા હતાં. બકરી ઇદના દિવસેે અબોલ જીવોને શાતા-સમાધિ મળે અને હિંસા કરનારાઓને સદ્બુધ્ધિ મળે એ હેતુથી આજે લાખો લોકો આયંબિલમાં એક સાથે જોડાય છે. જેમાં જૈન-જૈનેતર ભાઇઓ, બહેનો, બાળકો, બાલિકાઓએ આયંબિલ કરી ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular