ટ્રેનની મુસાફરી પોતાની રીતે એક ખુબ મજેદાર મુસાફરી હોય છે. ઘણાં શોર્ટ પીરીયડ માટે આપણને અમુક લોકો મળતા હોય છે અને અનેક બનાવો આપણને ખૂબ યાદ રહી જતા હોય છે. ત્યારે અવાર-નવાર ટ્રેનની સમસ્યાઓના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે અહીં ખૂબ વાયરલ થતા આ વીડિઓમાં કનફર્મ સીટ પર સુતેલી વ્યક્તિની વ્યથા જોવા મળે છે તો શું તમને પણ ટ્રેનની આ સાઈડ બર્થનો અનુભવ થયો છે ? જુઓ….
View this post on Instagram
એક કરોડથી પણ વધુ વખત જોવાયેલા આ વાયરલ વીડિઓમાં મુસાફરની સમસ્યા બતાવવામાં આવી રહી છે. કેટલાંકના ભાગે બાથરૂમની નજીકની સીટ એટલે કે એસી બર્થમાં ન્ટર થતા સાઈડ બર્થની પહેલી સીટ અથવા તો છેલ્લી સીટ આવે છે ત્યારે તેમની આ મુસાફરી દરમિયાન શું સ્થિતિ હોય છે તેનો ખૂબ જ હકીકત દર્શાવતો વિડિઓ વાયરલ થયો છે.
આ વીડિઓમાં એક વ્યક્તિ ટ્રેનની બાજુની બર્થ પર સુતો જોવા મળે છે. આ સીટના કોચના દરવાજા પાસેની સીટ તેને મળે છે ત્યારે જ્યાં મુસાફરોની સતત અવરજવર રહે છે. દર વખતે જ્યારે દરવાજો ખુલે છે અને બંધ થાય છે ત્યારે વ્યક્તિની ઉંઘમાં વારંવાર વિક્ષેપ આવે છે. તે સુવાનો પુરો પ્રયાસ કરે છે પરંતુ આ વિચિત્ર સ્થિતિ અને પરિસ્થિતિને કારણે તેને શાંતિથી સુવુ મુશ્કેલ બની જાય છે. આ વીડિયો પર હજારો લોકો એ કમેન્ટ કરી છે. જેમને પણ આ બર્થનો અનુભવ થયો છે તેમણે કહ્યું કે, ‘કોઇને પણ આ સીટ મળવી ન જોઇએ’ આ સીટ જરા પણ આરામદાયક નથી.