જામનગરમાં ગાયત્રી શકિતપીઠની બાજુમાં આવેલી લોહાણા ક્ધયા છાત્રાલયમાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન કરીને દિકરીઓને ભારતીય સંસ્કૃતિની સમજ આપવામાં આવી હતી. જુદી જુદી શાળાના આચાર્ય અને શિક્ષકોનું પુજન કરાયું હતું.
જામનગરની સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલય ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં છાત્રાલયની ક્ધયાઓ જે શાળામાં ભણે છે તે તમામ શાળાના આચાર્ય તેમજ શિક્ષકોનું આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ગાયત્રી પરિવારના બહેનો દ્વારા પુજન કરાવવામાં આવ્યું હતું.
આપણી સંસ્કૃતિ એ ઋષિમુનીઓ અને ગુરૂદેવોની ભૂમિ છે. જ્યાં આપણને ગુરૂપૂજનનું મહત્વ દર્શાવાય છે. આમ આપણી સંસ્કૃતિ મુજબ આજના આ સમયમાં દિકરીઓને સારા સંસ્કાર મળી રહે તેવા હેતુથી તમામ શાળા અને આચાર્યનું મંત્રોચ્ચાર અને પૂજન આરતી કરવામાં આવ્યું હતું. છાત્રાલયની 50 શાળાના 30 થી 31 જેટલા શિક્ષકો અને આચાર્યનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા કન્યા છાત્રાલયના ગૃહમાતા ભાવનાબેન પોપટે જહેમત ઉઠાવી હતી.