Monday, December 23, 2024
Homeરાજ્યગીર સફારી પાર્ક અને દેવળિયા પાર્ક આજથી બંધ

ગીર સફારી પાર્ક અને દેવળિયા પાર્ક આજથી બંધ

- Advertisement -

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કર્યો છે.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં પર્યટન સ્થળોને બંધ કરાયા છે. જૂનાગઢ સાસણ અભયારણ્ય, દેવળિયા સફારી પાર્ક, ગિરનાર નેચર સફારી પાર્ક, સક્કરબાગ ઝૂ સહિત ધારીનું આંબરડી પાર્ક પણ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરી દેવાયું છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ ચીફ વાઈલ્ડ લાઈફ બોર્ડનો આદેશ હતો. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular