જામનગરમાં આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેને લઇ પોલીસ સહિતનું તંત્ર સજ્જ છે અને જામનગરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સીઆઈએસએફ જવાનો તેમજ લશ્કરી ટુકડીઓ પણ જામનગરમાં આવી પહોંચી છે. આજરોજ સીઆઈએસએફ જવાનો અને લશ્કરી ટુકડીઓ દ્વારા જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ ઉપર ફલેગમાર્ચ યોજાઈ હતી.