જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં રહેતાં યુવાનને તેની પત્ની સાથે છૂટાછેડા થઈ જવાથી વૃધ્ધ માં-બાપ હોવાને કારણે એકલવાયા જીવનથી કંટાળીને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા અંધાશ્રમ આવાસ બ્લોક નં.105, રૂમ નં.7 માં રહેતા મહેન્દ્ર ઈશ્વરદાસ વાલવાણી (ઉ.વ.36) નામના મજૂરી કામ કરતા યુવાનની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતાં. પત્ની સાથે છુટાછેડા થઈ જવાથી વૃધ્ધ માં-બાપની ચિંતામાં એકલવાયા જીવનથી કંટાળીને મહેન્દ્રએ રવિવારે સવારના સમયે એરફોર્સ 2 પાછળ આવેલા રેલવે ટ્રેક ફાટક નંબર 201 પર રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ રવિવારે બપોરના સમયે ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી યોગેશ વાલવાણીના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.