Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરિયામાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત કવાયત - VIDEO

જામનગરના દરિયામાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત કવાયત – VIDEO

- Advertisement -

સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સૌથી વધુ સંવેદનશીલ એવા જામનગર જિલ્લાના દરિયાકિનારામાં પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ ન રહી જાય તે અંગેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સાગર સુરક્ષા અંતર્ગત કવાયત હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ અનેકવખત ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો છે. તેમજ સંવેદનશીલ એવા આ દરિયાકિનારેથી નશીલા પદાર્થો – હથિયારો અને દાણચોરી કરવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલું છે. રાજ્યમાં સૌથી વધુ સંવેદનશીલ અને લાંબો દરિયાકિનારો ધરાવતો જામનગર જિલ્લાના દરિયાકિનારેથી નશીલા પદાર્થ હથિયારો અને દાણચોરી કરવામાં આવતી હતી. સંવેદનશીલ ગણાતા આ દરિયાકિનારે પોલીસ વિભાગ દ્વારા ત્રિ-સ્તરીય પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે અને ખાસ કરીને આ દરિયાકિનારાનો ઉપયોગ નશીલા પદાર્થોની હેરાફેરી માટે કુ્યાત બની ગયો હતો. આ દરિયાકિનારે છેલ્લાં થોડા સમયથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી આર બી દેવધા, જયવીરસિંહ ઝાલા, એલસીબી-એસઓજ, તથા મરીન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. દરમિયાન આજથી બંને ડીવાયએસપીના નેજા હેઠળ એલસીબી – એસઓજી અને મરીન પોલીસ સ્ટાફ દ્વારા સાગર સુરક્ષા કવચ અંતર્ગત કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં દરિયાકિનારે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular