Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારજામનગરના મોડપર નજીક ટ્રેલર રોડ પરથી ઉતરી જતાં ચાલકનું મોત

જામનગરના મોડપર નજીક ટ્રેલર રોડ પરથી ઉતરી જતાં ચાલકનું મોત

જામનગર તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી પસાર થતા ટ્રેલરના ચાલકે સ્ટ્રીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર રસ્તા પરથી ઉતરી જતા અકસ્માતમાં ઘવાયેલા ચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, બિહારના છપરા જિલ્લાના અમનાદૂત વિસ્તારના વતની અને હાલ કચ્છના ગાંધીધામમાં આદર્શ રોડલાઈન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો મીન્ટુકુમાર મહગરાય (ઉ.વ.22) નામનો ચાલક તેનું જીજે-12-બીડબલ્યુ-1067 નંબરનું ટ્રેલર લઇ જામનગર તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી મંગળવારે રાત્રિના સમયે પસાર થતો હતો ત્યારે સ્ટ્રીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર રોડ પરથી ઉતરી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત મીન્ટુકુમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે અશોકકુમાર મહગરાય દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular