જામનગર શહેરની હરિયા સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સમગ્ર શિક્ષા અભિયાનના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ ઉત્સવમાં જામનગર જિલ્લાના કુલ 16 સ્કૂલોમાંથી 22 કૃતિઓ સાથે 76 વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને ડેમોસ્ટ્રેશન દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરી પોતાના કૌશલ્યની રજુ કરાવનો પ્રયાસ કર્યો હતો.
આ કૌશલ્ય ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને સ્કિલ ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સ, આઈ.ટી. સેક્ટરના કોમ્પ્યુટર આધારિત પ્રોજેક્ટ, રોડ સેફ્ટી, તેમજ આજના જીવન માટે જરૂરી વેલનેસ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેતી નવીન અને ઉપયોગી કૃતિઓ રજૂ કરી હતી.
View this post on Instagram
આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગ જામનગરના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ચંદ્રેશ .એમ. મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લા કક્ષાનો આ કૌશલ્ય ઉત્સવ બાળકોમાં રહેલા કૌશલ્યને વિકાસ પામે અને તેમની સર્જનાત્મકતા તથા ઉત્સર્જન સતત જળવાઈ રહે તે હેતુથી યોજાયો છે. રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર વોકેશનલ ટ્રેડ અંતર્ગત વિદ્યાર્થીઓને આઈ.ટી., બુદ્ધિ આધારિત ટેકનિકલ અને મેકેનિકલ વિષયોમાં પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, જેના પરિણામરૂપે આજે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે નવી ટેક્નોલોજી અને વ્યવસાયિક કૌશલ્ય રજૂ કરી રહ્યા છે.
આ પ્રકારના કૌશલ્ય ઉત્સવો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાની સાથે રોજગારલક્ષી શિક્ષણને મજબૂત આધાર મળે છે અને શિક્ષણ સાથે વ્યવસાયિક કુશળતાનો સુંદર સંયોગ સર્જાય છે.


