જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાય ઓવરબ્રિજ નીચે ‘વીર બાળ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, અને ગુરુ ગોવિંદસિંઘના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જેને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે અને સાહીબઝાદાઓના બલિદાનની ડોક્યુમેન્ટરી નિહાળવા માટે શહેરના અનેક મહાનુભાવો અને નાગરિકો મુલાકાત લઈ રહ્યા છે. ગુરૂવારે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને વીર બાળ દિવસ ડોક્યુમેન્ટરી નિહાળી હતી.
આ ઉપરાંત ગઇકાલે શુક્રવારે રાજ્યના શિક્ષણમંત્રી અને જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર મહાનગર પાલિકા મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોષી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, અગ્રણી જીતુભાઇ લાલ, મિતેષભાઇ લાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી ડોકયુમેન્ટરી નિહાળી હતી તથા ગુરૂદ્વારા ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહયા હતા.
View this post on Instagram
ત્યારબાદ ગુરુદ્વારામાં લંગર પ્રસાદનું આયોજન કરાયું હતું, જ્યાં પણ તેઓ જોડાયા હતા, અને તમામ ભક્તોને લંગરપ્રસાદ માં પ્રસાદીનું વિતરણ કરીને સેવા આપી હતી, અને તેઓ સેવાદાર બન્યા હતા. ત્યારબાદ તમામની સાથે તેઓએ પણ કતારમાં બેસીને લંગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો.


