Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરસંસ્કૃત્ત પાઠશાળામાં શિક્ષકોની ખાલીજગ્યા ભરવા માગણી

સંસ્કૃત્ત પાઠશાળામાં શિક્ષકોની ખાલીજગ્યા ભરવા માગણી

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગરની 152 વર્ષ જુની સંસ્કૃત્ત પાઠશાળામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. આ સમસ્યા નિવારવાની માગ સાથે જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગરની 152 વર્ષ જુની રાજકીય સંસ્કૃત્ત પાઠશાળામાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય બે વિષયના શિક્ષકોની જગ્યા ખાલી છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો થઇ રહ્યો છે. વાલીઓ બાળકોને આ પાઠશાળામાં મોકલવામાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. પાઠશાળામાં શિક્ષકોની ઘટને કારણે બાળકોને ના છૂટકે અન્ય જગ્યાએ પ્રવેશ લેવા મજબૂર થવું પડે છે. જેના કારણે વિદ્યાર્થીની સંખ્યા ઘટતી જાય છે.

- Advertisement -

જો આ જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં પાઠશાળા બંધ થવાની સ્થિતિ આવી શકે છે. આથી તાત્કાલિક ધોરણે વ્યાકરણ તથા સાહિત્ય વિષયની ખાલી જગ્યાઓ પર શિક્ષકોની નિમણૂંક કરવા જામનગર જિલ્લા તથા શહેર સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલ્લભાઇ વાસુ, શહેર પ્રમુખ આશિષભાઇ જોષી તથા ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી સહિતના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular