Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઠંડીનો પગપેસારો તાપમાન 14.4 ડિગ્રી

જામનગરમાં ઠંડીનો પગપેસારો તાપમાન 14.4 ડિગ્રી

ઠંડા પવનના સુસવાટાથી શહેરીજનો પરેશાન

- Advertisement -

જામનગર શહેરમાં ઠંડીનો ચમકારો વધતો જઈ રહ્યો છે. પવનની ગતિ વધતાં શહેરીજનો ઠુંઠવાયા હતાં. લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે ઠંડા પવનના સુસવાટાથી લોકો ગરમ કપડામાં લપેટાયા છે.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે જેની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. જામનગરમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી, મહત્તમ તાપમાન 26 ડિગ્રી, ભેજનું પ્રમાણ 48 ટકા અને પવનની ગતિ 8.6 કિમી પ્રતિ કલાક નોંધાઇ છે. પવનની ગતિ વધતા ઠંડા પવનના સુસવાટાથી લોકોએ ઠંડીથી બચવા તાપણા અને ગરમ કપડાનો સહારો લીધો હતો.

જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. બજારો ખુલી રહી છે. ધ્રોલ, જોડિયા, જામજોધપુર, લાલપુર, કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. પવનના સુસવાટાને કારણે વૃદ્ધો તથા બાળકો ઘરમાંથી નિકળવાનું ટાળી રહ્યા છે. રાત્રિના સમયે લોકો તાપણાનો સહારો લઇ રહ્યા છે. તેમજ ગરમાં ગરમ સુપ, કાવો જેવી ખાણીપીણીની માંગ પણ વધી રહી છે. આ સાથે શિયાળાની સીઝનમાં લોકો મોર્નિંગ વોક, રનિંગ ઉપરાંત ઝીંઝરા, ચીકી, શેરડી જેવી ચીજવસ્તુઓનો પણ આનંદ લઇ રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular