Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરલોકસભામાં મહિલા અનામત બિલ પાસ થતાં જામનગર ભાજપા દ્વારા ઉજવણી

લોકસભામાં મહિલા અનામત બિલ પાસ થતાં જામનગર ભાજપા દ્વારા ઉજવણી

- Advertisement -

કેન્દ્ર સરકારક દ્વારા લોકસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું બિલ પસાર કરવામાં આવતાં જામનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

વિધાનસભામાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે પાસ થતાં જામનગર શહેર ભાજપ તથા મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, પૂર્વમેયર બિનાબેન કોઠારી, અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, કિશનભાઇ માડમ, સુભાષભાઇ જોશી, ધિરેનભાઇ મોનાણી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ સહિતના અગ્રણીઓ, હોદ્ેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી ફટાકડા ફોડી, મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular